આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક
આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ...