I am Suresh Patel. I am a primary school teacher. I am educational blogger.I live in khergam navsari district. I share educational information and social information posts.
ડાંગ જિલ્લાનું ગૌરવ : શ્રી અનિલ ધનગર “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ ધનગરની રીજીયોનલ મેનેજર તરીકે પસંદગી : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: મુળ નવસારી જિલ્લાના રહેવાસી અને ભારત સરકારની “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ કાંતીલાલ ધનગરની, રીજીયોનલ મેનેજર તરીકેના હોદ્દા ઉપર બઢતી થવા પામી છે. શ્રી અનિલ ધનગરનું સમગ્ર પ્રાથમિક શિક્ષણ ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામોમાં થયુ છે. તેઓના માતાપિતાએ, ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવાઓ આપી છે. જેઓ હાલમાં નવસારી જિલ્લામાં પણ વિદ્યાધામ વિધ્યાલય તેમજ નવસારી હિન્દી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓમાં સામાજીક શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. ડાંગ સાથે નાતો ધરાવતા શ્રી અનિલ ધનગરની ઉચ્ચ કારકિર્દીએ ડાંગ અને નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. - ડાંગ જિલ્લાનું ગૌરવ : - “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ ધનગરની રીજીયોનલ મેનેજર તરીકે પસંદગી... Posted by Info Dang GoG on Wednesday, June 19, 2024
Ahwa (Dang) : ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે નિર્માણાધિન જુદા જુદા વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૩: ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા, જુદા જુદા વિસ્તારોમાં નિર્માણાધિન વિયરની જાત મુલાકાત લઈ, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ઇજારદાર તથા સબંધિત અધિકારીઓની જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશિષ્ટ ભૃપુસ્ઠ ધરાવતા દુર્ગમ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસતા વરસાદી પાણીનો સંગ્રહ કરી, જમીનનું જળસ્તર વધારવાનું ભગીરથ કાર્ય કરી રહેલા નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની વેર-૨ યોજના હેઠળ, ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિયરના કામની ઝંઝાવાતી મુલાકાત લઈ, ડાંગના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, ગત સપ્તાહે વાયદુંન વિયરની જાત મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તાજેરમાં જિલ્લાના શિવારીમાળ, હુંબાપાડા, અને આંબાપાડા (વઘઈ) ખાતે નિર્માણ પામી રહેલ વિયર (ડેમ) ના કામનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી, કામની પ્રગતિની સમિક્ષા કરી, આ તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે માટે એજન્સીઓને...
Comments
Post a Comment