Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું. ( ડાંગ માહિતી બ્યુરો ) : આહવા : તા: ૧૭: ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા "નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.)" તેમજ “ઇન્ટર નેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ” બાબતે આહવા ખાતેના એસ.ટી. બસ ડેપો ખાતે જન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલના માર્ગદર્શન હેઠળ, SOG શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એસ.રાજપુત તેમજ નશાબંધી કાર્યકર શ્રી રાકેશ પવાર દ્વારા, માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરીથી થતી આડઅસરો બાબતે જન જાગૃતિ કેળવવા, ડાંગ જિલ્લાની સ્કુલ, કોલેજોમાં કાર્યક્રમો, ડ્રગ્સ વિરોધી રેલીઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમીનાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તારીખ ૧૬ જૂનના રોજ આહવાના એસ.ટી. ડેપો ખાતે બસ સ્ટેશન ઉપર અવરજવર કરતાં લોકોમાં જન જાગૃતિ આવે તે માટે, બેનરો તેમજ પેમ્પલેટ મારફતે પ્રચાર કરવ...
Comments
Post a Comment