આહવાના ‘ડાક ઘર’ ખાતે રાજ્યના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની ઉપસ્થિતિમાં ‘ધ્વજવંદન’ અને ‘ડાક ચોપાલ’ નો કાર્યક્રમ યોજાયો :

 આહવાના ‘ડાક ઘર’ ખાતે રાજ્યના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની ઉપસ્થિતિમાં ‘ધ્વજવંદન’ અને ‘ડાક ચોપાલ’ નો કાર્યક્રમ યોજાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૦: તાજેતરમાં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશભરમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે ગુજરાત પોસ્ટલ સર્કલની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં ‘ધ્વજવંદન’ અને ‘ડાક ચોપાલ’ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ‘ડાક ઘર’ ખાતે રાજ્યના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાવળેશ્વરકરની ઉપસ્થિતિમાં ‘ધ્વજવંદન’ અને ‘ડાક ચોપાલ’ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ‘ડાક ચોપાલ’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને પોસ્ટ ઓફિસો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અને ભારતના લોકો માટે ઉપલબ્ધ બચત અને રોકાણના વિવિધ વિકલ્પો વિશે માહિતી અને મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પીએમ કિસાન યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પ્રમાણપત્રો, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરે જેવી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ નાયબ વન સરંક્ષક શ્રી રવિ પ્રસાદ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ સહિત બારડોલી મંડળના ડાક અધિક્ષક શ્રી અરવિંદકુમાર, આહવાના પોસ્ટ માસ્ટર શ્રી યુસુફ શેખ, પોસ્ટ ઇન્સપેક્ટર શ્રી દિપક ગોસાઇ, માર્કેટીંગ એક્ઝ્યુકેટીવ શ્રી સમિર શેખ, ટપાલ કચેરીના કર્મચારીઓ, ગ્રાહકો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Comments

Popular posts from this blog

આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.