Posts

Showing posts from September, 2024

Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ :

Image
Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ : વિશ્વ હડકવા દિવસ-૨૦૨૪, જિલ્લો ડાંગ (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૨૯: તારીખ ૨૮મી સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ હડકવા દિવસ' નિમિત્તે ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા 'હડકવાની સીમાઓ તોડવી' થીમ આધારિત માર્ગદર્શન શિબિર યોજવામા આવી હતી.  આ માર્ગદર્શન શિબિરમા મેડિકલ ઓફિસરો દ્વારા લોકોને હડકવા અંગે માહિતી આપવામા આવી હતી. જેમા હડકવા માટે શું તકેદારી રાખવી, અને શું ધ્યાન રાખવુ, એના માટે કઈ રસી લેવી જેવી બાબતોએ વિગતે ચર્ચા કરવામા આવી હતી. *૨૮ સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?* આ દિવસ હડકવા નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. તા.૨૮મી સપ્ટેમ્બરે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી, અને માઇક્રોબાયોલોજિસ્ટ, જેમણે હડકવાની પ્રથમ રસી વિકસાવી હતી, તે લુઇસ પાશ્ચરની મૃત્યુની વર્ષગાંઠ પણ છે. Gujarat Information CMO Gujarat Vijaybhai Patel Kuvarji Halpati Bhupendra Patel PMO India DDO Dangs DRDA DANG

ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન

Image
 ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન ‘એક પેડ માં કે નામ’ અભિયાન --- ઘરમાં દીકરા -દિકરીના જન્મ સમયે, જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ - મંત્રીશ્રી મુકેશભાઈ --- લાયો ફિલાઈઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું 

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ...

ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

Image
    સ્વચ્છતા હી સેવા : જિલ્લો ડાંગ - ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૨૪: “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ના ધ્યેય સાથે, તથા સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ, અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે.  જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારના માર્ગદર્શન હેઠળ, સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અભિયાન અંતર્ગત, ગત તારીખ ૨૨મી સપ્ટેમ્બરના રોજ, ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત, સામૂહિક સોક પિટ, કંપોસ્ટ પિટ તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝન સાથે, ૧૬૦૦ જેટલા વ્યક્તિગત સોકપિટ, અને વ્યક્તિગત કંપોસ્ટ પિટના ૪૨૮ કામો, તેમજ SBM-G યોજનાના સામુહિક કમ્પોસ્ટ પિટn ૨૫૫ કામોનુ ખાતમુહૂર્ત, અને ૬ કામોનુ લોકાર્પણ, તથા સામુહિક સોકપિટના ૭૭૬ કામોનુ ખાતમુહૂર્ત, અને ૨૧ ...

Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો :

Image
 Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે તારીખ ૧૫મી સપ્ટેમ્બરેના રોજ ઓમ સુરવયમ ટ્રસ્ટ, બારડોલી દ્વારા ૧૯૩મા મેગા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.  આ કેમ્પમા આધુનિક ડેન્ટલ વાન, આધુનિક ઉપકરણો ધરાવતી આંખની તપાસની વાન, બારડોલી રોટરી ક્લબ દ્વારા વિકસાવાયેલી બ્લડ ટેસ્ટ વાન અને બારડોલી પંથકની ગૌરવ સમી ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો આ પંથકના વંચિત આદિવાસીઓની સેવામાં આ મેગા મેડિકલ કેમ્પરૂપી યજ્ઞમા જોડાયા હતા.  અહિં વઘઇ તાલુકાના ગામો ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ પરના અંતરિયાળ વિસ્તારના લગભગ ૩૯૩ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. 

Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ.

Image
 Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઉંચાઇ કરીતે બાળકો પૈકી સ્વસ્થ બાળકોને પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપી સ્વસ્થ બાળકને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના... Posted by  DDO Dangs  on  Monday, September 23, 2024

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Image
Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...

Dang news: ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ :

Image
 Dang news: ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૧: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતિમા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.  આ બેઠકમા જિલ્લાના ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી લક્ષિત વિતરણ વ્યવસ્થા યોજના અન્વયે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુબોને મળવા પાત્ર જથ્થાની સમિક્ષા કરવામા આવી હતી. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતિની રચના કરી નિયમિત બેઠકો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામા આવતી આવશ્કય ચીજવસ્તુઓનુ વિતરણ જે સરેરાસ ૯૫ થી ૯૭ ટકા આધારિત વિતરણ કરવામા આવે છે. તેમજ જિલ્લામા થયેલ ગ્રાહક સુરક્ષાના કેસોની સમિક્ષા કરવામા આવી હતી. સાથે જ કરિયાણાની દુકાનોની આકસ્મિક તપાસણી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમા અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, પુરવઠા અધિકારી સુશ્રી આશા વસાવા સહિત વાજબી ભાવની દુકાનોના આગેવાનો તેમજ સામાજીક કાર્યકરો, અને...

Dang news:ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

Image
Dang news:ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ : (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા : ૨૧ : આગામી સમયમા યોજનારા ‘ગરીબ કલ્યાણ મેળા’ સહિત તાલુકા/જિલ્લા કક્ષાના ‘સ્વાગત કાર્યક્રમ’, માનનીય રાજ્યપાલશ્રીનો સંભવિત કાર્યક્રમ તથા અન્ય ચાલી રહેલા કાર્યક્રમોની અગત્યતા અને ઉપયોગિતા જોતા, જિલ્લાના દરેક વિભાગ/કચેરીઓના અધિકારી/કર્મચારીઓની મુખ્ય મથક ખાતે હાજરી અનિવાર્ય છે. તેમ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ હતુ.  જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લા અધિકારીઓને સૂચના આપતા કલેકટર શ્રી મહેશ પટેલે, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી.  પદાધિકારીઓના પ્રશ્નો/રજૂઆતો સહિત RTI, નાગરિક અધિકાર પત્ર જેવા વિષયોના નિયત રજીસ્ટરો સહિતના દસ્તાવેજો, નિયમોનુસાર નિભાવવાની સૂચના પણ કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને આપી હતી.  સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત સરકારી જમીન/મકાનો જેવી અસ્કયામતોમા થયેલા અનધિકૃત દબા...

‘સ્વચ્છતા અભિયાન ૨૦૨૪, જિલ્લો ડાંગ’

Image
       ‘સ્વચ્છતા અભિયાન ૨૦૨૪, જિલ્લો ડાંગ’ સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો” અને “યુવાનોનું સામાજીક દાયિત્વ” વિષય અંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૦: સરકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવા ખાતે આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ, સપ્તધારાની સામુદાયિક સેવા ધારા અને જ્ઞાનધારા અંતર્ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો” અને “યુવાનોનું સામાજીક દાયિત્વ” અંગે વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના સ્ટાફ સહિત ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.  આ કાર્યક્રમમાં સરકારી વિનયન કોલેજ, વાવ ના આચાર્યશ્રી ડૉ.હર્ષદભાઈ પરમાર અને સરકારી વિનયન અને વાણિજય કોલેજ, જાદરના આચાર્યશ્રી ડૉ.કે.જી.પટેલ મુખ્ય મહેમાન અને વ્યાખ્યાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  આચાર્યશ્રી ડૉ.કે.જી.પટેલ દ્વારા “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો” અંગે અને સ્વચ્છતા અંગે મહાત્મા ગાંધીજી દ્વારા જે ઉત્કૃષ્ઠ કાર્યો કરવામાં આવ્યા હતા તે અંગે ગાંધીજીના ઉદાહરણ આપી જીવનમાં રચનાત્મક કાર્ય...

Dang news: આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ :

Image
Dang news: આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામા આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા, અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, વિવિધ તાલુકાઓના ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપવામા આવી રહી છે.  ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામમા પણ, તાજેતરમા આવી જ એક પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમા કુલ-૨૬ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામા આવી હતી. આ તાલીમમા માસ્ટર ટ્રેનર શ્રી પ્રકાશભાઇ અને શ્રી વિજયભાઇ રાઉત દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, ર...

Dang news: ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર :

Image
  Dang news: ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર : ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો : (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા : ૧૯ : ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે સતત ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જુદા જુદા ૩૦ જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે.  ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે કુલ રૂ.૩૫૨૩ લાખના ખર્ચે ૮૩.૨૪ કિલોમીટરના ૩૦ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોનું રિસરફેસિંગ તથા મજબૂતિકરણ અને સ્ટ્રક્ચરની કામગીરી થતા વાહન માલિકોને મોટી રાહત મળી રહેશે.  જે માર્ગોના કામો મંજૂર થયા છે તેમા, (૧) આહવા તાલુકાના ૬ માર્ગો, (૨) વઘઇ તાલુકાના ૧૪ માર્ગો, અને (૩) પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૧૦ માર્ગોનો સમાવેશ કરાયો છે.

Dang news : આહવા તાલુકાના ભિસ્યા ક્લસ્ટરમા સમાવિષ્ટ બોરખેત ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ :

Image
 Dang news : આહવા તાલુકાના ભિસ્યા ક્લસ્ટરમા સમાવિષ્ટ બોરખેત ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામા આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા, અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, વિવિધ તાલુકાઓના ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપવામા આવી રહી છે.  ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ભિસ્યા ક્લસ્ટરમા સમાવિષ્ટ બોરખેત ગામમા પણ, તાજેતરમા આવી જ એક પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમા કુલ-૨૨ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામા આવી હતી. આ તાલીમમા માસ્ટર ટ્રેનર સુ.શ્રી ઉમા ટી. પટેલ, અને શ્રી ઉમેશભાઇ રાઉત દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, ર...

Dang news : સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા સાફ સફાઇ હાથ ધરાઈ

Image
   'સ્વચ્છતા હી સેવા' અભિયાન-૨૦૨૪, જિલ્લો ડાંગ - Dang news : સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા સાફ સફાઇ હાથ ધરાઈ - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.  તારીખ ૨જી ઓક્ટબર-ગાંધી જંયતી  સુધી ચાલનારા આ અભિયાનમા જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો વિગેરેની સાફ સફાઇ સાથે વિવિધ સરકારી કચેરીઓની પણ સફાઈ હાથ ધરાઈ રહી છે. ત્યારે ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ, જિલ્લા કચેરી સહિત સાપુતારા સ્થિત પ્રદર્શન કેન્દ્ર ખાતે વિશેષ સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા માહિતી કચેરી-આહવાનું પ્રાંગણ, ટ્યુબ લાઇટ અને પંખા, બારી દરવાજાઓ, રેકર્ડ રૂમ, સહિત સાપુતારા ખાતે આવેલ પ્રદર્શન કેન્દ્ર ખાતે પણ પ્રાંગણ, છત, બારી બારણાં, પંખાની વિગેરેની સાફ સફાઇ કરવામાં આવી હતી.  આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરી, અનેકવિધ સ્વચ્છતાની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. 

Dang news: વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે સુન્દા ખાતે યોજાયો ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ

Image
    Dang news: વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે સુન્દા ખાતે યોજાયો ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા કરાયુ આયોજન (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૧૭: વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીના જન્મ દિવસ ઉજવણીના ભાગરૂપે, ડાંગ વન વિભાગ દ્વારા, આહવા તાલુકાના સુન્દા ગામે ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.  ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસભાઈ ગાઇન, જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક શ્રી કેયુર પટેલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ સર્વશ્રી વિનય પવાર અને અમીત આનંદ, ક્ષેત્રિય વનકર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો સર્વશ્રી સુકરભાઈ ચૌધરી, ઘોઘલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી દિનેશભાઇ ભોયે, સભ્ય શ્રી મહેન્દ્રભાઈ ધૂમ, સુદાં વન સમિતિના પ્રમુખ શ્રી ગોપાળભાઈ ભોયે, સોનિરાવભાઈ મહાકાળ, મંત્રી શ્રી આનંદભાઈ ગાવિત, શ્રી રવિન્દ્રભાઈ પવાર, જાગલે શ્રી સોન્યાભાઈ ગાવિત વિગેરેની ઉપસ્થિતિમા, સુન્દા સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહના પ્રાંગણમા યોજાયેલા કાર્યક્રમમા,...