Dang news: ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ :

 Dang news: ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ :



(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૧: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતિમા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. 

આ બેઠકમા જિલ્લાના ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી લક્ષિત વિતરણ વ્યવસ્થા યોજના અન્વયે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુબોને મળવા પાત્ર જથ્થાની સમિક્ષા કરવામા આવી હતી. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતિની રચના કરી નિયમિત બેઠકો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામા આવતી આવશ્કય ચીજવસ્તુઓનુ વિતરણ જે સરેરાસ ૯૫ થી ૯૭ ટકા આધારિત વિતરણ કરવામા આવે છે. તેમજ જિલ્લામા થયેલ ગ્રાહક સુરક્ષાના કેસોની સમિક્ષા કરવામા આવી હતી. સાથે જ કરિયાણાની દુકાનોની આકસ્મિક તપાસણી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમા અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, પુરવઠા અધિકારી સુશ્રી આશા વસાવા સહિત વાજબી ભાવની દુકાનોના આગેવાનો તેમજ સામાજીક કાર્યકરો, અને સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાનું ગૌરવ : શ્રી અનિલ ધનગર

Ahwa (Dang) : ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે નિર્માણાધિન જુદા જુદા વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ :

ગુજરાત ST બસોનો કાયાકલ્પ: દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો...