Dang news: ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર :

  Dang news: ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર :


ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો :

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા : ૧૯ : ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે સતત ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જુદા જુદા ૩૦ જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે. 

ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે કુલ રૂ.૩૫૨૩ લાખના ખર્ચે ૮૩.૨૪ કિલોમીટરના ૩૦ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોનું રિસરફેસિંગ તથા મજબૂતિકરણ અને સ્ટ્રક્ચરની કામગીરી થતા વાહન માલિકોને મોટી રાહત મળી રહેશે. 

જે માર્ગોના કામો મંજૂર થયા છે તેમા, (૧) આહવા તાલુકાના ૬ માર્ગો, (૨) વઘઇ તાલુકાના ૧૪ માર્ગો, અને (૩) પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૧૦ માર્ગોનો સમાવેશ કરાયો છે.

Comments

Popular posts from this blog

India|Gujarat|Dang district| information

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.