Dang (Ahwa) : આહવામાં ધોરણ ૧૦,૧૨ અને સ્નાતકના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો. આદિવાસી કુકણા, કોકણી, કોકણા અને કુનબી (ડાંગ) સમાજ-ડાંગના સહયોગથી સરકારી કોલેજ આહવા ખાતે ધોરણ ૧૦, ૧૨ અને સ્નાતકના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ પ્રવેશ અને રોજગારલક્ષી કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો હતો. ડાંગ જિલ્લા અને ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ અને રોજગારી મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન કુકણા, કોકણી, કોકણા અને કુનબી (ડાંગ) સમાજના GAS નિવૃત્ત અધિકારી આઈ.જે. મારીએ UPSC અને GPSC પરીક્ષાઓ વિશે માહિતગાર કર્યા હતા, પ્રોફેસર પાડવીએ ઉચ્ચશિક્ષણ અને પીએચ.ડી. થકી કોલેજોમા લેક્ચરર કેવી રીતે બની શકાય તેની માહિતી આપી હતી, એસ. એસ.મામલા કોલેજના આચાર્યએ ટેક્નિકલ અભ્યાસક્રમો અને આઈ.ટી. આઈ. આહવાના આચાર્યએ વિવિધ ટ્રેડના અભ્યાસ થકી ત્વરિત રોજગારની તકો વિશે માહિતગાર કર્યા હતા. નિખિલભાઈ ડી ભોયે મ. ઈજનેર દ્વારા ટેક્નિકલ અભ્યાસક્રમ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી કેવી રીતે સરકારી કે ખાનગ...