ડાંગ જિલ્લામા તા. ૨૪ જુલાઇના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”
ડાંગ જિલ્લામા તા. ૨૪ જુલાઇના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” - પ્રજાજનો તા. ૧૦ જુલાઇ સુધી પ્રશ્નો મોકલી શકશે : - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૫: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ" ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામા આવનાર છે. નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે મદદનીશ વન સંરક્ષકશ્રી, ઉત્તર વન વિભાગ, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે પ્રાંત અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેથી તાલુકાની જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમા સંબંધિત કચેરીઓને બારોબાર મોકલી, તેની એક નકલ સંબંધિત મામલતદારશ્રી, આહવા/વઘઇ/સુબીર ને મોકલી આપવા જણાવાયુ...


Comments
Post a Comment