Dang (Ahwa) : આહવામાં ધોરણ ૧૦,૧૨ અને સ્નાતકના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો.

 Dang (Ahwa) : આહવામાં ધોરણ ૧૦,૧૨ અને સ્નાતકના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો.


આદિવાસી કુકણા, કોકણી, કોકણા અને કુનબી (ડાંગ) સમાજ-ડાંગના સહયોગથી સરકારી કોલેજ આહવા ખાતે ધોરણ ૧૦, ૧૨ અને સ્નાતકના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ પ્રવેશ અને રોજગારલક્ષી કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાયો હતો.

ડાંગ જિલ્લા અને ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ અને રોજગારી મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન કુકણા, કોકણી, કોકણા અને કુનબી (ડાંગ) સમાજના GAS નિવૃત્ત અધિકારી આઈ.જે. મારીએ UPSC અને GPSC પરીક્ષાઓ વિશે માહિતગાર કર્યા હતા, પ્રોફેસર પાડવીએ ઉચ્ચશિક્ષણ અને પીએચ.ડી. થકી કોલેજોમા લેક્ચરર કેવી રીતે બની શકાય તેની માહિતી આપી હતી, એસ. એસ.મામલા કોલેજના આચાર્યએ ટેક્નિકલ અભ્યાસક્રમો અને આઈ.ટી. આઈ. આહવાના આચાર્યએ વિવિધ ટ્રેડના અભ્યાસ થકી ત્વરિત રોજગારની તકો વિશે માહિતગાર કર્યા હતા. 

                 નિખિલભાઈ ડી ભોયે મ. ઈજનેર દ્વારા ટેક્નિકલ અભ્યાસક્રમ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી કેવી રીતે સરકારી કે ખાનગી નોકરીઓ મેળવી શકાય તે માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. કાશીરામભાઈ બિરારીએ બિઝનેસ થકી પણ રોજગાર મેળવી શકાય તેવા પોતાના અનુભવનો નિચોડ થકી માર્ગદર્શન પૂરું પાડયું હતું. 

           પ્રો. દિલીપભાઈ ગાવિતે કોલેજ શિક્ષણ પર પ્રકાશ પાડ્યો હતો. ડાંગના વિદ્યાર્થીઓ પોતાનું શૈક્ષણિક ભવિષ્ય સારી અને સાચી દિશામાં લઈ જઈ શકે અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટ આચાર્યે યુ.કે.ગાંગુર્ડેએ પ્રેરક ઉદબોધન કર્યુ. 

             શ્યામભાઈ માહલાએ ટેક્નિકલ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા અને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન પટેલ, નિલેશભાઈ ગાવિત, ધનસરામભાઈ ભોયે અને ભરતભાઈ ભોયે દ્વારા કરવામાં આવ્યું હતું.



Comments

Popular posts from this blog

India|Gujarat|Dang district| information

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.