Posts

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્

ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

Image
    સ્વચ્છતા હી સેવા : જિલ્લો ડાંગ - ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૨૪: “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ના ધ્યેય સાથે, તથા સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ, અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે.  જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારના માર્ગદર્શન હેઠળ, સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અભિયાન અંતર્ગત, ગત તારીખ ૨૨મી સપ્ટેમ્બરના રોજ, ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત, સામૂહિક સોક પિટ, કંપોસ્ટ પિટ તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝન સાથે, ૧૬૦૦ જેટલા વ્યક્તિગત સોકપિટ, અને વ્યક્તિગત કંપોસ્ટ પિટના ૪૨૮ કામો, તેમજ SBM-G યોજનાના સામુહિક કમ્પોસ્ટ પિટn ૨૫૫ કામોનુ ખાતમુહૂર્ત, અને ૬ કામોનુ લોકાર્પણ, તથા સામુહિક સોકપિટના ૭૭૬ કામોનુ ખાતમુહૂર્ત, અને ૨૧ કામોનુ લોકાર્પ

Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો :

Image
 Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે તારીખ ૧૫મી સપ્ટેમ્બરેના રોજ ઓમ સુરવયમ ટ્રસ્ટ, બારડોલી દ્વારા ૧૯૩મા મેગા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.  આ કેમ્પમા આધુનિક ડેન્ટલ વાન, આધુનિક ઉપકરણો ધરાવતી આંખની તપાસની વાન, બારડોલી રોટરી ક્લબ દ્વારા વિકસાવાયેલી બ્લડ ટેસ્ટ વાન અને બારડોલી પંથકની ગૌરવ સમી ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો આ પંથકના વંચિત આદિવાસીઓની સેવામાં આ મેગા મેડિકલ કેમ્પરૂપી યજ્ઞમા જોડાયા હતા.  અહિં વઘઇ તાલુકાના ગામો ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ પરના અંતરિયાળ વિસ્તારના લગભગ ૩૯૩ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. 

Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ.

Image
 Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઉંચાઇ કરીતે બાળકો પૈકી સ્વસ્થ બાળકોને પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપી સ્વસ્થ બાળકને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના... Posted by  DDO Dangs  on  Monday, September 23, 2024

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Image
Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મં

Dang news: ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ :

Image
 Dang news: ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૧: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતિમા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.  આ બેઠકમા જિલ્લાના ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી લક્ષિત વિતરણ વ્યવસ્થા યોજના અન્વયે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુબોને મળવા પાત્ર જથ્થાની સમિક્ષા કરવામા આવી હતી. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતિની રચના કરી નિયમિત બેઠકો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામા આવતી આવશ્કય ચીજવસ્તુઓનુ વિતરણ જે સરેરાસ ૯૫ થી ૯૭ ટકા આધારિત વિતરણ કરવામા આવે છે. તેમજ જિલ્લામા થયેલ ગ્રાહક સુરક્ષાના કેસોની સમિક્ષા કરવામા આવી હતી. સાથે જ કરિયાણાની દુકાનોની આકસ્મિક તપાસણી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમા અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, પુરવઠા અધિકારી સુશ્રી આશા વસાવા સહિત વાજબી ભાવની દુકાનોના આગેવાનો તેમજ સામાજીક કાર્યકરો, અને સમિતિ સભ

Dang news:ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

Image
Dang news:ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ : (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા : ૨૧ : આગામી સમયમા યોજનારા ‘ગરીબ કલ્યાણ મેળા’ સહિત તાલુકા/જિલ્લા કક્ષાના ‘સ્વાગત કાર્યક્રમ’, માનનીય રાજ્યપાલશ્રીનો સંભવિત કાર્યક્રમ તથા અન્ય ચાલી રહેલા કાર્યક્રમોની અગત્યતા અને ઉપયોગિતા જોતા, જિલ્લાના દરેક વિભાગ/કચેરીઓના અધિકારી/કર્મચારીઓની મુખ્ય મથક ખાતે હાજરી અનિવાર્ય છે. તેમ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ હતુ.  જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લા અધિકારીઓને સૂચના આપતા કલેકટર શ્રી મહેશ પટેલે, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી.  પદાધિકારીઓના પ્રશ્નો/રજૂઆતો સહિત RTI, નાગરિક અધિકાર પત્ર જેવા વિષયોના નિયત રજીસ્ટરો સહિતના દસ્તાવેજો, નિયમોનુસાર નિભાવવાની સૂચના પણ કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને આપી હતી.  સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત સરકારી જમીન/મકાનો જેવી અસ્કયામતોમા થયેલા અનધિકૃત દબાણકર્તાઓ સામે ક