વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લામા તબક્કાવાર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા :
*વિકાસ સપ્તાહ-૨૦૨૪: જિલ્લો ડાંગ*
-
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લામા તબક્કાવાર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા :
*આહવા તાલુકાના ૬૭, વઘઇના ૫૪, અને સુબીરના કુલ ૫૮ કામો મળી રૂ. ૫.૭૯ કરોડના કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કારાયુ :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા વર્ણવતા તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી થઈ રહી છે.
જેની ફળશ્રુતિરૂપે તારીખ ૧૧મી ઓક્ટોબરના રોજ, ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓના થયેલ કામોનુ તબક્કાવાર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.
જેમા આહવા તાલુકામા રૂ.૨.૧૨ કરોડના કુલ ૬૭ કામો, વઘઈ તાલુકામા રૂ.૧.૭૫ કરોડના કુલ ૫૪ કામો, અને સુબીર તાલુકામા રૂ.૧.૯૨ કરોડના કુલ ૫૮ કામો મળી કુલ રૂ. ૫.૭૯ કરોડના કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે "વિકાસ સપ્તાહ" અંગે જાણકારી આપતા શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ૨૩ વર્ષ સુશાસનના, લોક વિશ્વાસ અને અવિરત વિકાસના છે. આઝાદીના અમૃતકાળમા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમા, રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે.
વિકાસ સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ આગામી યુવા પેઢીને રાજ્યના વિકાસમા સહભાગી થઈ વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને ચરિતાર્થ કરી, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમા પોતાનુ યોગદાન અદા કરવાનુ છે. તેમ પણ શ્રી પટેલે વધુમા જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ એમ. ગાવિત સહિતના પદાધિકારીઓ, અધિકારી/કર્મચારીઓ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
#VikasSaptah #23yearofseva #lightingthelives #mahitigujarat #GOGConnect #gujaratgovernmentjob #23YearsOfGrowth #infogujarat #cmogujarat #gujaratinformation
Comments
Post a Comment