Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત :
વિકાસ સપ્તાહની ઉજવણી : જિલ્લો ડાંગ - Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત : - મંત્રીશ્રીએ આંબાપાડા ખાતેથી ડાંગ જિલ્લામા નિર્માણ થનારા રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગ વિગેરે કામાનુ ખાતમુહૂર્ત કર્યું : - વિકાસ કરવો અમારી જીદ નથી પણ અમારી આદત છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમા ભારતનુ ગૌરવ વધાર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ - ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીરના વિકાસકીય કામો થકી જિલ્લાને મહામૂલી ભેટ મળી : વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની...