ડાંગ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનનો પ્રારંભ

   


ડાંગ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનનો પ્રારંભ

-

મહાલપાડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા સામાજિક કાર્યકરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો પ્રાંરભ:

-

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૧૭ : તારીખ ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને 'સ્વચ્છતા થકી જન આંદોલન' ની ઉજવણીની નેમ સાથે “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનુ દેશવ્યાપી આયોજન કરાયુ છે. ત્યારે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે, તારીખ ૧૪મી સપ્ટેમ્બર (પ્રધામંત્રીશ્રીના જન્મ દિવસ) થી તા.૨જી ઓક્ટોબર (પુ.બાપુના જન્મ દિવસ) સુધી ઠેર ઠેર “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. 

આ કાર્યક્રમમા ભાગરૂપે ડાંગ જિલ્લાના મહાલપાડા ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સેવા સેતુ' કાર્યક્રમ સાથે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી.તબીયાર તેમજ સામાજિક અગ્રણી અને કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી દિનેશભાઇ ભોયેના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમનો પ્રાંરભ કરવામા આવ્યો હતો. 

“સ્વચ્છતા હી સેવા–૨૦૨૪”ની થીમ ‘સ્વભાવ સ્વચ્છતા–સંસ્કાર સ્વચ્છતા’ રાખવામાં આવી છે. જે થીમ પર મહાલપાડા ગામમા સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામા આવ્યા હતા. જેમા સ્વચ્છતા રેલી સાથે જાહેર સ્થળોની સફાઇ કરી, સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામા આવ્યા હતાં.

આ સાથે જ આહવા ઉપરાંત વઘઇ તાલુકાના રંભાસ ગામે, તથા સુબીર ગામમા પણ સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરવામા આવ્યા હતા. અહિં સ્વચ્છતાના કાર્યક્રમ બાદ ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામા આવ્યુ હતુ. 

મહાલપાડા ગામમા આયોજિત સ્વચ્છતાના કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલીયા, આહવા તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગંવાદે સહિત સ્થાનિક આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતાં. 



Comments

Popular posts from this blog

India|Gujarat|Dang district| information

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.