India|Gujarat|Dang district| information

India|Gujarat|Dang district| information 



ગુજરાત, ભારતના ડાંગ જિલ્લો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે:
14મી સદીમાં ડાંગના રાજાઓએ મુઘલોથી અલગ થઈને પોતાનું શાસન સ્થાપ્યું.
1664માં જ્યારે શિવાજીએ સુરત પર હુમલો કર્યો ત્યારે ડાંગમાં લશ્કરી થાણું સ્થાપ્યું.
1800 ના દાયકાના મધ્યમાં, પાંચ ભીલ રાજાઓ અંગ્રેજો સામે લડ્યા, જેઓ આ વિસ્તાર કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
1842 માં, અંગ્રેજોએ આદિવાસી રાજાઓ સાથે સાગ કાપવા માટે લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા.
1894માં રાજાઓના સન્માન માટે પ્રથમ ડાંગ દરબાર યોજાયો હતો.
પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં, ડાંગને દંડ આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે "વાંસનું જંગલ".
ડાંગ જિલ્લો ગુજરાતમાં ગાઢ જંગલો ધરાવતો એકમાત્ર જિલ્લો છે.
ડાંગ જિલ્લો ત્રણ તાલુકાનો બનેલો છે: આહવા, વઘઈ અને સુબીર.
જિલ્લાનું મુખ્ય મથક આહવા છે.
જિલ્લો ગુજરાતના નવસારી અને તાપી જિલ્લાની સરહદો ધરાવે છે અને મહારાષ્ટ્ર સાથે રાજ્યની સરહદ વહેંચે છે.

ડાંગ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તેનું મુખ્ય મથક આહવા ખાતે આવેલું છે. ડાંગનો વિસ્તાર ૧૭૬૪ ચો.કિમી. અને વસ્તી ૨,૨૮,૨૯૧ (૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે) છે. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. આયોજન પંચ મુજબ, ડાંગ ભારતના ૬૪૦ જિલ્લામાંથી સૌથી વધુ આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં સ્થાન પામે છે. જિલ્લાની ૯૪% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે. માત્ર ડાંગના પાંચ રાજાઓ જ ભારત સરકાર દ્વારા માન્યતા પામેલ હોય તેવા વંશપરંપરાગત રાજાઓમાં સ્થાન પામ્યા છે, જે ઇ.સ. ૧૮૪૨ના બ્રિટિશ રાજ અને રાજાઓ વચ્ચેના કરારના કારણે છે.

ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે.

ગુજરાતના જિલ્લાઓ

વિસ્તારમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.

ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓ આવેલા છે 

જિલ્લાનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. છે. ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો, પશ્ચિમ દિશાને અડીને નવસારી જિલ્લો, જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે.

આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે.

ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.

  • આહવા તાલુકો
  • વઘઇ તાલુકો
  • સુબિર તાલુકો 

ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતું છે. 
ગિરા ધોધ
વનસ્પતિ ઉદ્યાન, વઘઇ - વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન (બોટોનિકલ ગાર્ડન)
વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ
ગિરિમથકો: સાપુતારા અને ડોન
ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ
સુબિર ખાતે શબરી ધામ તેમ જ પંપા સરોવર
ચનખલ ગામ નજીક ચનખલ ધોધ
મહાલ વિસ્તારનું ગાઢ જંગલ
ભેંસકાતરી નજીક પુર્ણા નદીના તટે માયાદેવી મંદિર 

વનસ્પતિ ઉદ્યાન, વઘઇ એ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ એક વનસ્પતિ ઉદ્યાન છે. આ ઉદ્યાન ગુજરાત રાજ્ય વન-વિભાગના સંચાલન હેઠળ છે. આ ઉદ્યાન વઘઇ-સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર વઘઇથી ૧ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. આ ઉદ્યાન ૨૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેને ૯ જેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. અહિં ૧૦૨૮ જાતની વનસ્પતિઓ જોવા મળે છે. આ પૈકી ઔષધિ વિભાગ, ગ્રીન હાઉસ, આર્કટિક હાઉસ, બામ્બુ પ્લોટ, મ્યુઝિયમ, વગેરે મુખ્ય છે.

વનસ્પતિ ઉદ્યાન ખાતે મુકાયેલ જૂનું બોઇલર

સાપુતારા તરફ જતા સહેલાણીઓની ભીડ અહીં કાયમ જોવા મળે છે. અહીંથી માત્ર બે કિલોમીટર જેટલા અંતરે અંબિકા નદી પર ગિરા ધોધ આવેલો છે. આ ઉપરાંત વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનનું પ્રવેશદ્વાર પણ અહીંથી વાંસદા તરફના ધોરી માર્ગ પર આશરે ૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. 

ગિરા ધોધ ડાંગ જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર તેમ જ અલગ અલગ નદી પર આવેલા જળધોધ છે.

  • ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં અંબિકા નદી પર વઘઇ નજીક આવેલ ગિરા ધોધ, જે આંબાપાડા ગામ પાસે આવેલો છે. વઘઇથી સાપુતારા જતા માર્ગ પર વઘઇથી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.
  • ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે. જિલ્લા મુખ્ય મથક આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા સુબિરથી આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર આવેલા શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આશરે આઠ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.
ગિરા ધોધ, વઘઇ

શબરી ધામ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ડાંગ જિલ્લાના સુબીર ગામથી લગભગ ત્રણ કિલોમીટર પૂર્વમાં આવેલું એક ધાર્મિક તીર્થસ્થાન છે, જે ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવે છે. આ સ્થળ જિલ્લા મથક આહવાથી લગભગ 33 કિમીના અંતરે આવેલું છે. સ્થાનિક માન્યતા અનુસાર, ભગવાન રામ આ સ્થાન પર શબરીને મળ્યા હતા, જેનો ઉલ્લેખ રામાયણમાં છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ સાથે સંબંધિત લોકકથાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારેબાજુ જંગલોથી ઘેરાયેલા નાના ટેકરા પર સ્થિત ભવ્ય મંદિરમાં રામાયણ સાથે સંકળાયેલા શબરી-પ્રસંગના ચિત્રો અને મૂર્તિઓ છે.

શબરીધામ મંદિર
શબરીધામ મંદિર પરિસર

આ સ્થળથી દક્ષિણ દિશા તરફ નજીકમાં પંપા સરોવર પણ આવેલ છે.

શબરી ધામ ખાતે હાલના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું તે વેળા શબરીકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગની જાતિઓ : 

ડાંગ આદિજાતિ એ ભારતના ગુજરાતના ડાંગ જિલ્લામાં રહેતા ભીલો, વારલીઓ, કુણબીઓ, કોટવાલિયાઓ અને કોલચાઓ માટેનો સામૂહિક શબ્દ છે. ડાંગ જિલ્લો ગુજરાતનો દૂરસ્થ વિસ્તાર છે, અને તેની 94% વસ્તી અનુસૂચિત જનજાતિની છે.


ડાંગ દરબાર : 



ગુજરાત રાજ્ય તેના વૈવિધ્ય સભર કલાવારસો વિવિધ સંસ્કૃતિ સાથે આઝાદી ઈતિહાસના લડવૈયાઓની ભૂમિ રહી ચુકી છે. રાજા રજવાડા અને તેની ભાતીગળ સંસ્કૃતિ માટે દેશવિદેશમાં ખુબજ અગ્રેસર છે, અઢળક નદીઓની ધારા અને ઊંચા પર્વતોની ધરા સાથે પ્રાકૃતિક સૌન્દ્રયથી ભરપુર એવા ગુજરાત રાજ્યની વાતજ અનોખી છે, ગુજરાતની અંદર ઘણા પ્રચલિત મેળાઓ ભરાય છે, જે વિવિધ રીતરીવાજ અને ચીજવસ્તુઓ માટે પ્રચલિત છે, પણ શું તમે એવા મેળા વિશે જાણો છો? જે ખુબજ અલગ છે? તેની વિવિધ સંસ્કૃતિ અને વર્ષોપુરાણી પ્રથા માટે ખુબજ પ્રચલિત છે, અને તેનું મહત્વ પણ ખુબજ છે.

“ડાંગદરબાર” ડાંગીલોકોનો દરબાર ડાંગનાં આદિવાસી રાજાઓનો દરબાર.

ડાંગ દરબાર એક મેળો છે, જેનું આયોજન ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં હોળીના ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. ડાંગ દરબારમાં સરકાર દ્વારા પાંચ જુના ડાંગ દરબારોને શિરપાવ (પેન્શન) આપવામાં આવે છે. ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા ડાંગ દરબારમાં આદિવાસી લોકો પોતાના નૃત્ય અને સંગીત રજૂ કરી અને એક ઉત્સવના રૂપમાં તેને ઉજવવામાં આવતો હતો.




Note : All information courtesy and credit by Wikipedia 

Comments

Popular posts from this blog

આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન