Posts

Showing posts from July, 2024

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

Image
    રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે : ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ': (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું.  શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી.  સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિ...

Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ :

Image
 Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ : (ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા: ૩૦:  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કલા પ્રદર્શિત કરી કાર્યક્રમને અલંકૃત કર્યો હતો.   સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પૈકી પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી.

Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા

Image
Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા  “રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેડે પાણી પડે" “સાપુતારા મેઘ મલ્હાર પર્વ ઉજવાય ડાંગના ગિરિમથકે ખળ-ખળ ઝરણા વહ્યા કરે” *“લીલી વનરાજી ખીલી ઉઠી ખેતરે ખેતરે હરિયાળી લહેરાય”* ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. તા.૨૯ જુલાઇ થી ૨૮ ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનારા ફેસ્ટિવલનો લોકોત્સવ અને રંગારંગ કલાકારો દ્વારા શાનદાર અને યાદગાર લોકમાનસ પટલ પર અમી છાપ છોડવામાં આવી છે. અને વરસતા વરસાદમાં યુવાનો અને પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિની એક સે બઢકર એક ઝાંખી અને ગુજરાતનો ગ્લોબલ ગરબો તથા મેર તલવાર નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય આબેહૂબ અને આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. અને ઉપસ્થિત જનમેધનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.  ખુશનુંમા અને આહલાદક વાતાવરણમાં રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેઠે પાણી પડે ગિરિમાળ...

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

Image
 ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

સાપુતારા ખાતે તા. ૨૯મીએ મોન્સૂન ફેસ્ટિવલનું મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે

Image
  સાપુતારા ખાતે તા. ૨૯મીએ મોન્સૂન ફેસ્ટિવલનું મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે

સુબિર તાલુકાના પીપલદહાડ કલસ્ટરમાં સમાવિષ્ટ સાવરદા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ :

Image
 સુબિર તાલુકાના પીપલદહાડ કલસ્ટરમાં સમાવિષ્ટ સાવરદા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૨૪:  પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામાં આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, વિવિધ તાલુકાઓના ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.  તારીખ ૧૮ જુલાઇના રોજ ડાંગ જિલ્લાનાં પીપલદહાડ કલસ્ટરમાં સમાવિષ્ટ સાવરદા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૭ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત ખાસ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી તેમજ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ માસ્ટર ટ્રેનર શ્રી યોગેશભાઇ ગાવિત અને  શ્રી રા...

Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ :

Image
 Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે બ્રહ્મવાદિની સુશ્રી ડો. હેતલ દીદીએ જીવન ઘડતર માટે પાંચ ગુરુઓ વિશેની મહત્તા વિશે સમજણ આપી હતી. જેમાં પ્રથમ માતા પિતા, ગુરુજન, શાસ્ત્રો, પ્રકૃતિ, અને અંત:કરણના અવાજ વિશે ઉડાણપુર્વક સમજ આપી હતી.  ગુરુપુર્ણિમાની ઉજવણી પ્રસંગે આગાખાન સંસ્થાના સહયોગથી વડ,  પીપળા, લીમડા, આમળાં, જાંબુ વિગેરે ૫૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ પૂજનની પહેલ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી ધનસુખભાઇ, શ્રી હરિભાઇ, શ્રી કીર્તીભાઇ સહિત ગૃપના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :

Image
  ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે : જાહેર હિસાબ સમિતિએ પ્રથમ દિવસે ભેંસકાત્રી, મહાલની મુલાકાત લીધી (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૨૪:  ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તારીખ ૨૪ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.  ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ભેંસકાત્રી અને મહાલનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.  આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, દક્ષિણ...

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

Image
  નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ. તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી. રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ ત...