સુબિર તાલુકાના પીપલદહાડ કલસ્ટરમાં સમાવિષ્ટ સાવરદા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ :

 સુબિર તાલુકાના પીપલદહાડ કલસ્ટરમાં સમાવિષ્ટ સાવરદા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ :



(ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૨૪:  પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામાં આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, વિવિધ તાલુકાઓના ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. 


તારીખ ૧૮ જુલાઇના રોજ ડાંગ જિલ્લાનાં પીપલદહાડ કલસ્ટરમાં સમાવિષ્ટ સાવરદા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૭ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.


આ તાલીમમાં સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત ખાસ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી તેમજ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ માસ્ટર ટ્રેનર શ્રી યોગેશભાઇ ગાવિત અને  શ્રી રામુભાઇ કામડી દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ લોકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.


Comments

Popular posts from this blog

India|Gujarat|Dang district| information

આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન