Ahwa (Dang) : ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે નિર્માણાધિન જુદા જુદા વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ :

 Ahwa (Dang) : ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે નિર્માણાધિન જુદા જુદા વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ :


(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૩: ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા, જુદા જુદા વિસ્તારોમાં નિર્માણાધિન વિયરની જાત મુલાકાત લઈ, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ઇજારદાર તથા સબંધિત અધિકારીઓની જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વિશિષ્ટ ભૃપુસ્ઠ ધરાવતા દુર્ગમ ડાંગ જિલ્લામાં અનરાધાર વરસતા વરસાદી પાણીનો સંગ્રહ કરી, જમીનનું જળસ્તર વધારવાનું ભગીરથ કાર્ય કરી રહેલા નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની વેર-૨ યોજના હેઠળ, ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિયરના કામની ઝંઝાવાતી મુલાકાત લઈ, ડાંગના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, ગત સપ્તાહે વાયદુંન વિયરની જાત મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તાજેરમાં જિલ્લાના શિવારીમાળ, હુંબાપાડા, અને આંબાપાડા (વઘઈ) ખાતે નિર્માણ પામી રહેલ વિયર (ડેમ) ના કામનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી, કામની પ્રગતિની સમિક્ષા કરી, આ તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે માટે એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ વેળાએ તેમની સાથે પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી અને સામાજિક આગેવાન શ્રી સુભાષભાઈ ગાઈન, વઘઈ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બળવંતભાઈ દેશમુખ તેમજ સ્થાનિક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, વેર-૨ યોજના વિભાગ, વ્યારા હસ્તકની ડાંગ જિલ્લામાં બે પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. (૧) જૂજ યોજના નહેર પેટા વિભાગ નં.૨, આહવા અને (૨) દમણગંગા નહેર પેટા વિભાગ નં.૩, આહવા છે. સરકારશ્રી દ્વારા આ પેટા કચેરીઓને, ડાંગ જિલ્લામાંથી પસારા થતી પુર્ણા, ગીરા, ખાપરી, અને અંબિકા નદી પર તેમજ તેમની પ્રશાખાઓ ઉપર, નાના-મોટા ચેકડેમો તથા વિયર બાંધવાની કામગીરી સોપવામાં આવી છે.

જે મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં હુંબાપાડા ગામેથી પસાર થતી અંબિકા નદી પર, હુંબાપાડા-૧ વિયરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી ચોમાસુ નજીક આવતા હાલ સ્થગિત કરવામાં આવી છે. બાકીની કામગીરી ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે.

હુંબાપાડા-૧ વિયર અંદાજિત રકમ :- રૂ. ૭ કરોડ ૭૨ લાખ ૧૦ હજાર ૪૦૦ ના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. જેની લંબાઈ ૮૦ મીટર મેઇન બોડીવોલ (૯૫.૨૨ મી. એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે), પહોળાઈ ૩૧.૪૬ મીટર (એપ્રોન સાથે), અને ઊંચાઈ  ૯ મીટર (એપ્રોનથી ઉપર) નિયત કરવામાં આવી છે. આ વિયરની સંગ્રહ શક્તિ ૬.૬૪૯૮ એમ.સી.એફ.ટી. છે, અને લાભિત વિસ્તાર આશરે ૫૩.૮૫ હેક્ટર જેટલો અંદાજવામાં આવ્યો છે.

તેજ રીતે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં શિવારીમાળ ગામેથી પસાર થતી અંબિકા નદી પર શિવારીમાળ-૧ વિયરના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેની અંદાજિત રકમ  રૂ. ૫ કરોડ ૨૮ લાખ ૧૬ હજાર ૮૦૦ છે. આ વિયરની લંબાઈ ૭૨ મીટર મેઇન બોડીવોલ (૧૦૧.૬૬ મી. એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે), પહોળાઈ ૨૭.૫૮ મીટર (એપ્રોન સાથે), અને ઊંચાઈ ૮.૦૦ મીટર (એપ્રોનથી ઉપર) નિયત કરવામાં આવી છે. જેની જળ સંગ્રહ શક્તિ ૩.૯૫૬૩ એમ.સી.એફ.ટી. અને લાભિત વિસ્તાર આશરે ૩૨.૩૯ હેક્ટર જેટલો અંદાજવામાં આવ્યો છે.

આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં આંબાપાડા ગામેથી પસાર થતી અંબિકા નદી પર આંબાપાડા-૧ ચેકડેમના બાંધકામની કામગીરી પણ શરૂ કરવામા આવી છે. આંબાપાડા-૧ ચેકડેમની અંદાજિત રકમ :- રૂ. ૯૯ લાખ ૯૮ હજાર ૫૦ છે. તેની

લંબાઈ ૫૨ મીટર મેઇન બોડીવોલ (૬૨.૦૦ મી. એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે), પહોળાઈ ૬.૦ મીટર (એપ્રોન સાથે), અને ઊંચાઈ ૩.૬૦ મી. (એપ્રોનથી ઉપર) નિયત કરવામાં આવી છે. આ વિયરની જળ સંગ્રહ શક્તિ ૧.૯ એમ.સી.એફ.ટી. અને લાભિત વિસ્તાર આશરે ૨૧ હેક્ટર અંદાજવામાં આવ્યો છે.

આ સાથે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં આંબાપાડા ગામેથી પસાર થતી અંબિકા નદી પર આંબાપાડા-૨ ચેકડેમના બાંધકામની કામગીરી પણ શરૂ કરાઇ છે. આંબાપાડા-૨ ચેકડેમની અંદાજિત રકમ રૂ. ૯૯ લાખ ૯૮ હજાર ૩૧૦ છે. જેની લંબાઈ ૬૩.૦૦ મીટર મેઇન બોડીવોલ (૭૩.૦૦ મી. એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે), પહોળાઈ ૬.૦ મીટર (એપ્રોન સાથે), અને ઊંચાઈ ૩.૧૦ મી. (એપ્રોનથી ઉપર) નિયત કરવામાં આવી છે. જેની જળ સંગ્રહ શક્તિ  ૨.૦ એમ.સી.એફ.ટી. અને લાભિત વિસ્તાર આશરે ૨૦ હેક્ટર અંદાજવામાં આવ્યો છે.


*ડાંગ જિલ્લાનું જળસ્તર સુધારવા માટે નિર્માણાધિન જુદા જુદા વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ...

Posted by Info Dang GoG on Saturday, June 22, 2024

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાનું ગૌરવ : શ્રી અનિલ ધનગર

ગુજરાત ST બસોનો કાયાકલ્પ: દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો...