Posts

Showing posts from June, 2024

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
                    ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.      ...

Dang: 'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલ.

Dang: 'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગ કલેકટરશ્રી મહેશ  પટેલ.   'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલે બાળકોને મુંઝવતા ટાઈમ મેનેજમેન્ટ, અઘરા વિષયોને યાદ રાખવાની સરળ પદ્ધતિ, યુ.પી.એસ.સી. જેવી પરીક્ષાઓ માટેની તૈયારીની સાચી રીત, પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્વ, જેવા મુદ્દે વિધાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. 'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગકલેકટરશ્રી મહેશ પટેલે બાળકોને મુંઝવતા... Posted by Info Dang GoG on  Saturday, June 29, 2024

Ahwa (Dang) : ડાંગ જિલ્લામાં યોજાયેલા 'રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ' દરમિયાન નવા ૩૫ દર્દીઓ નોંધાયા

Image
 Ahwa (Dang) : ડાંગ જિલ્લામાં યોજાયેલા 'રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ' દરમિયાન નવા ૩૫ દર્દીઓ નોંધાયા (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૦: ગત તા.૧૦મી જૂન ૨૦૨૪ થી ડાંગ જિલ્લામાં 'રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ' ચાલી રહ્યો હતો. જેમાં રક્તપિત્તના દર્દીઓની શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ લખાય છે ત્યાં સુધી ૩૫ જેટલા નવાં દર્દીઓ ડાંગ જિલ્લામાં નોંધાવા પામ્યા છે. જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત તરફથી મળેલી વિગતો અનુસાર, સમગ્ર ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમાં નોંધાયેલ ૨ લાખ ૮૧ હજાર ૦૩૯ થી વધુ વસ્તીને આવરી લેતા, ઘરેઘર જઇને તમામ સભ્યોની  સંપુર્ણ તપાસણી આ કાર્યક્રમ હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ માટે ગામની આશા અને એક વોલેંટિયર મળી કુલ ૩૩૪ ટીમોને તાલીમબધ્ધ કરી, રક્તપિત્તના છુપા દર્દીઓની શોધ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અત્યાર સુધી ડાંગ જિલ્લાના ૧ લાખ ૮૬ હજાર ૪૮૦ વ્યક્તિઓની પૂર્ણ કરાયેલી તપાસણી દરમિયાન સર્વેલન્સ ટીમ દ્વારા કુલ ૨૩૬ શંકાજનક દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાની નિષ્ણાંત ટીમ દ્વારા શોધાયેલ આ શંકાજનક દર્દીઓની ત...

Ahwa (Dang) :ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે 'વાંચનાલય' શરૂ કરાયુ

Image
Ahwa (Dang) :ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે 'વાંચનાલય' શરૂ કરાયુ (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૦: ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે 'વાંચનાલય' શરૂ કરાયુ છે. આહવા સ્થિત PWD કોલોની ખાતે ચિલ્ડ્રન હોમની બાજુમાં કાર્યરત જિલ્લા માહિતી કચેરીના આ 'વાંચનાલય' ખાતે, અહીં આવતા દૈનિક અખબારો તથા સામયિકો ઉપરાંત, રાજ્ય સરકારનું મુખપત્ર અને યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જેની ખૂબ માંગ રહે છે તેવું 'ગુજરાત' પાક્ષિક, વિવિધ ભરતી પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ વિગેરેની જાણકારી પુરી પાડતું સાપ્તાહિક 'ગુજરાત રોજગાર સમાચાર' ઉપરાંત ધોરણ-૧૦/૧૨ પછીની શૈક્ષણિક કારકિર્દી અંગેનું માર્ગદર્શન પૂરું પાડતો 'કારકિર્દી વિષેશાંક' અને નામાંકિત સાહિત્યકારોની અનુભવી કલમથી લખાયેલા સાહિત્યના ગ્રંથ સમો દળદાર 'ગુજરાત' પાક્ષિકનો વાર્ષિક 'દિવાળી અંક' તથા રાજ્ય સરકારની જુદી જુદી યોજનાકીય જાણકારી પુરી પાડતા પ્રકિર્ણ પ્રકાશનો પણ, નગરના વાચકોને વાંચવા મળશે. કચેરી કામકાજના દિવસે સવારના ૧૦:૩૦ થી સાંજના ૪ વાગ્યા સુધી વાચકો માટે ખુલ્લા રહેનાર આ 'વાંચનાલય' ખાતે, રાજ્ય ...

Ahwa (Dang): ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો :

Image
 Ahwa (Dang):  ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૩૦: ગત તારીખ ૨૫મી જૂનનાં રોજ ડાંગ જિલ્લાના હનવતચોંડ ગામે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ વિભાગના કર્મચારીઓએ મહિલાઓને કાયદાકીય માહિતી આપી હતી. જેમાં પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧-મહિલા હેલ્પલાઈન તેમજ સરકારની મહિલા લક્ષી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી.  દરમિયાન દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી કે.એ.ગિરાસે દ્વારા, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માહિતી સુરક્ષા અંગેનો હુકમ, રહેઠાણ અંગેનો હુકમ, નાણાંકીય રાહત અને ભરણ પોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ વિશે કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહિલા અને બાળ સમિતીના અધ્યક્ષા, તેમજ દુધ મંડળીના પ્રમુખ શ્રીમતી હંસાબેન વી.પટેલ, તાલુકા સદસ્યા શ્રીમતી વનિતાબેન ભુ...

DANG District Shala Praveshotsav 2024 : Dang,Ahwa,Subir,Vaghai,Saputara

  DANG District Shala Praveshotsav 2024 : Dang,Ahwa,Subir,Vaghai,Saputara ડાંગ જિલ્લામાં 'શાળા પ્રવેશોત્સવ' સાથે નાનાં ભુલકાંઓને પણ આંગણવાડીમાં પ્રવેશ અપાયો - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા:... Posted by Info Dang GoG on  Saturday, June 29, 2024 ડાંગ જિલ્લામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં (ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ) TOFEI ની માહિતી આપવામાં આવી... Posted by Info Dang GoG on  Saturday, June 29, 2024 સરવર ગામે 'શાળા પ્રવેશોત્સવ'માં બાળકોને પ્રોત્સાહિત કરતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા... Posted by Info Dang GoG on  Saturday, June 29, 2024 Posted by Info Dang GoG on  Friday, June 28, 2024 Posted by  Info Dang GoG  on  Friday, June 28, 2024 લિંગા માધ્યમિક શાળામાં નવાગંતુક વિધાર્થીઓનું ડાંગ કલેકટર કચેરીએ શ્રી મહેશ પટેલે નામાંકન કરાવ્યું. 'નોલેજ ઇસ પાવર'નો મૂળ... Posted by  Info Dang GoG  on  Friday, June 28, 2024 ..હમ સાથ સાથ હૈ.. - 'શાળા પ્રવેશોત્સવ'માં દાતાઓનો સહયોગ મળ્યો - શામગહ...

આહવા (ડાંગ) : "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો :

Image
 આહવા (ડાંગ) : "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો : (ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા : ૨૮: ડાંગ જિલ્લામાં તા.૧૨ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમિયાન ભારત સરકારના 'નશામુકત ભારત'ની ઉજવણી અંતર્ગત, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલનાં માર્ગદર્શન મુજબ, SOG ના પી.એસ.આઈ. શ્રી એમ.એસ.રાજપુત તેમજ શાખાના કર્મચારીઓ, અને નશાબંધી સંયોજક શ્રી રાકેશ પવાર દ્વારા, માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરીથી થતી આડઅસરો બાબતે જાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની સ્કુલ, કોલેજોમાં કાર્યક્રમો, ડ્રગ્સ વિરોધી રેલીઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમીનાર પ્રદર્શન યોજવા ડ્રાઇવ યોજવામાં આવી હતી.  જેના અનુસંધાને તા.૨૬/૬/૨૦૨૪ના રોજ આહવાના ગાંધી ઉદ્યાનથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુધી જનજાગૃતિ રેલી યોજી "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આવતા જતા લોકોમાં જાગૃતિ આવે તે માટે બેનરો તેમજ પેમ્પલેટ મારફતે પ્રચાર કરાયો હતો. આ કાર્યક્રમમાં ...

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની”

Image
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” આદિવાસી વિસ્તાર ડાંગના બીલીઆંબાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા... Posted by Info Dang GoG on  Wednesday, June 26, 2024 આજરોજ ગણદેવી તાલુકાના કેસલી પ્રાથમિક શાળા, પ્રાથમિક વિદ્યામંદિર-અંભેટા, પ્રાથમિક વિદ્યામંદિર-ધકવાડા તથા શ્રી એન. બી.... Posted by Naresh Patel on  Wednesday, June 26, 2024

નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.

Image
   નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી *૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી* - *જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી *નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી* - *પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ *શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪* - *જિલ...

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
    Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી ...

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Image
 Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના ...

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
 Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે...

Valsad,Navsari,Dang News paper updates 24-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
Valsad,Navsari,Dang News paper updates 24-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,