ડાંગ જિલ્લામા તા. ૨૪ જુલાઇના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”

ડાંગ જિલ્લામા તા. ૨૪ જુલાઇના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” - પ્રજાજનો તા. ૧૦ જુલાઇ સુધી પ્રશ્નો મોકલી શકશે : - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૫: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ" ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામા આવનાર છે. નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે મદદનીશ વન સંરક્ષકશ્રી, ઉત્તર વન વિભાગ, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે પ્રાંત અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેથી તાલુકાની જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમા સંબંધિત કચેરીઓને બારોબાર મોકલી, તેની એક નકલ સંબંધિત મામલતદારશ્રી, આહવા/વઘઇ/સુબીર ને મોકલી આપવા જણાવાયુ છે. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહી. જેની પણ અરજદારોને નોંધ લેવા અનુરોધ કરાયો છે. અરજદારોએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજૂ કરવાનો રહેશે. રજૂ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૭/૨૦૨૪” એમ અચૂક લખવા પણ જણાવાયુ છે. ઉપરાંત ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારને ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા પણ એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.

ડાંગ જિલ્લામા તા. ૨૪ જુલાઇના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” - પ્રજાજનો તા. ૧૦ જુલાઇ સુધી પ્રશ્નો મોકલી શકશે...

Posted by Info Dang GoG on Friday, July 5, 2024

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાનું ગૌરવ : શ્રી અનિલ ધનગર

સ્વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો.