Posts

તારીખ ૧૫ મી નવેમ્બર ‘જન જાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સંદર્ભે ડાંગ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ :

Image
       તારીખ ૧૫ મી નવેમ્બર ‘જન જાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સંદર્ભે ડાંગ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ : કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઇ બેઠક : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯: આગામી તારીખ ૧૫મી નવેમ્બરના રોજ ‘જન જાતીય ગૌરવ દિવસ’ ઉજવણીના રાજ્ય કક્ષાના સંભવિત કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રની એક બેઠક યોજાઇ હતી.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી અંગે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર શ્રી મહેશ પટેલે વિગતે ચર્ચા કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.  બેઠક બાદ કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક  કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળો અને હેલીપેડ ખાતે સ્થળ ચકાસણી કરવામા આવી હતી.  બેઠકમા જિલ્લા વિકાસ અધિકાર...

Ahwa Dang :"સમાજ સેવા તરફ એક પગલું: આહવા પોલીસ દ્વારા ગરીબ પરિવારોને ફટાકડા"

Image
 Ahwa Dang :"સમાજ સેવા તરફ એક પગલું: આહવા પોલીસ દ્વારા ગરીબ પરિવારોને ફટાકડા" "આહવા પોલીસની દિવાળી દાન: ગરીબ પરિવારોને ફટાકડાનું વિતરણ" "આહવા પોલીસની સૌહાર્દભરી ઉજવણી: ગરીબ બાળકોને શુભેચ્છાઓ અને ફટાકડા"  "દિવાળીના ઉત્સવમાં પોલીસનો અનોખો પ્રયાસ: ગરીબ પરિવારો માટે ફટાકડા" "આહવા પોલીસની સંવેદના: ગરીબ બાળકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા" આહવા પોલીસે આજે તેમના વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોના પરિવારને મળી ફટાકડાનું વિતરણ કર્યું. આ જ તમામ પરિવારોને દિવાળીના અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા પોલીસનો સમાજના દરજ્જાના ગરીબ પરિવારોથી જોડાણ વધારવાનો અને તેમને સાથ આપવા માટેનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. આજરોજ આહવા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા અલગ અલગ જગ્યાએ રહેતા ગરીબ બાળકોના પરીવારને મળી તેમના બાળકોને ફટાકડાનુ વિતરણ કરવામા આવ્યુ.અને તેમના પરીવારોને દિવાળીના તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવવામા આવી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice pic.twitter.com/lJm2efvfyZ — SP DANG (@SPDangAhwa) October 29, 2024 આહવ...

Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત :

Image
       વિકાસ સપ્તાહની ઉજવણી : જિલ્લો ડાંગ - Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત : - મંત્રીશ્રીએ આંબાપાડા ખાતેથી ડાંગ જિલ્લામા નિર્માણ થનારા રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગ વિગેરે કામાનુ ખાતમુહૂર્ત કર્યું : - વિકાસ કરવો અમારી જીદ નથી પણ અમારી આદત છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ  - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમા ભારતનુ ગૌરવ વધાર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ  - ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીરના વિકાસકીય કામો થકી જિલ્લાને મહામૂલી ભેટ મળી  : વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની...

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લામા તબક્કાવાર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા :

Image
   *વિકાસ સપ્તાહ-૨૦૨૪: જિલ્લો ડાંગ* - વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લામા તબક્કાવાર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા : *આહવા તાલુકાના ૬૭, વઘઇના ૫૪, અને સુબીરના કુલ ૫૮ કામો મળી રૂ. ૫.૭૯ કરોડના કામોનુ  ખાતમુહૂર્ત અને લોકાર્પણ કારાયુ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા વર્ણવતા તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી થઈ રહી છે.  જેની ફળશ્રુતિરૂપે તારીખ ૧૧મી ઓક્ટોબરના રોજ, ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓના થયેલ કામોનુ તબક્કાવાર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.  જેમા આહવા તાલુકામા રૂ.૨.૧૨ કરોડના કુલ ૬૭ કામો, વઘઈ તાલુકામા રૂ.૧.૭૫ કરોડના કુલ ૫૪ કામો, અને સુબ...

જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે આયોજિત “વિકાસ પ્રદર્શન” ને ખુલ્લુ મુક્તા ક્લેક્ટરશ્રી મહેશ પટેલ

Image
   ડાંગ જિલ્લામાં “વિકાસ સપ્તાહ” ની ધૂમ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે આયોજિત “વિકાસ પ્રદર્શન” ને ખુલ્લુ મુક્તા ક્લેક્ટરશ્રી મહેશ પટેલ વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીના ૨૩ વર્ષોના દિશાદર્શનનુ કરાયુ નિદર્શન - *જિલ્લાના પ્રજાજનોને પ્રદર્શનની મુલાકાત લેવાની કરાઇ અપીલ : - (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા : ૧૧ : નવરાત્રિ અને દશેરાના પાવન પર્વે, ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે આયોજિત “વિકાસ પ્રદર્શન” ને, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે ખુલ્લુ મૂકી, જિલ્લાના પ્રજાજનોને તેની મુલાકાત લેવાની અપીલ કરી છે.   રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીએ, જે તે સમયે ગુજરાતને ચિંધેલા વિકાસ માર્ગ ઉપર આગળ વધી રહેલી, વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના પગલાઓને સચિત્ર રજૂ કરતાં આ પ્રદર્શનના માધ્યમથી, ૨૩ વર્ષોના દિશાનિર્દેશનનુ નિદર્શન કરી માહિતી ખાતાએ, 'વિકાસ સપ્તાહ' ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોમા વધુ એક મોરપીંછ ઉમેર્યું છે તેમ, કલેક્ટર શ્રી મહેશ પટેલે આ વેળા તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ.  PWD કોલો...

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Image
 Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Image
  Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધા...