Posts

સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ :

Image
Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ : વિશ્વ હડકવા દિવસ-૨૦૨૪, જિલ્લો ડાંગ (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૨૯: તારીખ ૨૮મી સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ હડકવા દિવસ' નિમિત્તે ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા 'હડકવાની સીમાઓ તોડવી' થીમ આધારિત માર્ગદર્શન શિબિર યોજવામા આવી હતી.  આ માર્ગદર્શન શિબિરમા મેડિકલ ઓફિસરો દ્વારા લોકોને હડકવા અંગે માહિતી આપવામા આવી હતી. જેમા હડકવા માટે શું તકેદારી રાખવી, અને શું ધ્યાન રાખવુ, એના માટે કઈ રસી લેવી જેવી બાબતોએ વિગતે ચર્ચા કરવામા આવી હતી. *૨૮ સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?* આ દિવસ હડકવા નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. તા.૨૮મી સપ્ટેમ્બરે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી, અને માઇક્રોબાયોલોજિસ્ટ, જેમણે હડકવાની પ્રથમ રસી વિકસાવી હતી, તે લુઇસ પાશ્ચરની મૃત્યુની વર્ષગાંઠ પણ છે. Gujarat Information CMO Gujarat Vijaybhai Patel Kuvarji Halpati Bhupendra Patel PMO India DDO Dangs DRDA DANG

ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન

Image
 ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન ‘એક પેડ માં કે નામ’ અભિયાન --- ઘરમાં દીકરા -દિકરીના જન્મ સમયે, જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ - મંત્રીશ્રી મુકેશભાઈ --- લાયો ફિલાઈઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું 

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ...

ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

Image
    સ્વચ્છતા હી સેવા : જિલ્લો ડાંગ - ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક સોકપિટ કંપોસ્ટ પિટ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૨૪: “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ના ધ્યેય સાથે, તથા સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ, અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે.  જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારના માર્ગદર્શન હેઠળ, સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અભિયાન અંતર્ગત, ગત તારીખ ૨૨મી સપ્ટેમ્બરના રોજ, ડાંગ જિલ્લાના ૩૧૦ ગામોમા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત, સામૂહિક સોક પિટ, કંપોસ્ટ પિટ તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝન સાથે, ૧૬૦૦ જેટલા વ્યક્તિગત સોકપિટ, અને વ્યક્તિગત કંપોસ્ટ પિટના ૪૨૮ કામો, તેમજ SBM-G યોજનાના સામુહિક કમ્પોસ્ટ પિટn ૨૫૫ કામોનુ ખાતમુહૂર્ત, અને ૬ કામોનુ લોકાર્પણ, તથા સામુહિક સોકપિટના ૭૭૬ કામોનુ ખાતમુહૂર્ત, અને ૨૧ ...

Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો :

Image
 Dang news : પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: પ્રજ્ઞામંદિર અંધજન શાળા, શિવારીમાળ ખાતે તારીખ ૧૫મી સપ્ટેમ્બરેના રોજ ઓમ સુરવયમ ટ્રસ્ટ, બારડોલી દ્વારા ૧૯૩મા મેગા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.  આ કેમ્પમા આધુનિક ડેન્ટલ વાન, આધુનિક ઉપકરણો ધરાવતી આંખની તપાસની વાન, બારડોલી રોટરી ક્લબ દ્વારા વિકસાવાયેલી બ્લડ ટેસ્ટ વાન અને બારડોલી પંથકની ગૌરવ સમી ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો આ પંથકના વંચિત આદિવાસીઓની સેવામાં આ મેગા મેડિકલ કેમ્પરૂપી યજ્ઞમા જોડાયા હતા.  અહિં વઘઇ તાલુકાના ગામો ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ પરના અંતરિયાળ વિસ્તારના લગભગ ૩૯૩ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો. 

Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ.

Image
 Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઉંચાઇ કરીતે બાળકો પૈકી સ્વસ્થ બાળકોને પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપી સ્વસ્થ બાળકને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના... Posted by  DDO Dangs  on  Monday, September 23, 2024