Posts

Showing posts from November, 2024

તારીખ ૧૫ મી નવેમ્બર ‘જન જાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સંદર્ભે ડાંગ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ :

Image
       તારીખ ૧૫ મી નવેમ્બર ‘જન જાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સંદર્ભે ડાંગ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ : કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઇ બેઠક : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯: આગામી તારીખ ૧૫મી નવેમ્બરના રોજ ‘જન જાતીય ગૌરવ દિવસ’ ઉજવણીના રાજ્ય કક્ષાના સંભવિત કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રની એક બેઠક યોજાઇ હતી.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી અંગે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર શ્રી મહેશ પટેલે વિગતે ચર્ચા કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.  બેઠક બાદ કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક  કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળો અને હેલીપેડ ખાતે સ્થળ ચકાસણી કરવામા આવી હતી.  બેઠકમા જિલ્લા વિકાસ અધિકાર...

Ahwa Dang :"સમાજ સેવા તરફ એક પગલું: આહવા પોલીસ દ્વારા ગરીબ પરિવારોને ફટાકડા"

Image
 Ahwa Dang :"સમાજ સેવા તરફ એક પગલું: આહવા પોલીસ દ્વારા ગરીબ પરિવારોને ફટાકડા" "આહવા પોલીસની દિવાળી દાન: ગરીબ પરિવારોને ફટાકડાનું વિતરણ" "આહવા પોલીસની સૌહાર્દભરી ઉજવણી: ગરીબ બાળકોને શુભેચ્છાઓ અને ફટાકડા"  "દિવાળીના ઉત્સવમાં પોલીસનો અનોખો પ્રયાસ: ગરીબ પરિવારો માટે ફટાકડા" "આહવા પોલીસની સંવેદના: ગરીબ બાળકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા" આહવા પોલીસે આજે તેમના વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોના પરિવારને મળી ફટાકડાનું વિતરણ કર્યું. આ જ તમામ પરિવારોને દિવાળીના અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા પોલીસનો સમાજના દરજ્જાના ગરીબ પરિવારોથી જોડાણ વધારવાનો અને તેમને સાથ આપવા માટેનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. આજરોજ આહવા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા અલગ અલગ જગ્યાએ રહેતા ગરીબ બાળકોના પરીવારને મળી તેમના બાળકોને ફટાકડાનુ વિતરણ કરવામા આવ્યુ.અને તેમના પરીવારોને દિવાળીના તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવવામા આવી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice pic.twitter.com/lJm2efvfyZ — SP DANG (@SPDangAhwa) October 29, 2024 આહવ...