આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૩: તાજેતરમાં જ રાજ્ય સમસ્તમાં સંપન્ન થયેલા ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ’ નો પ્રારંભ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે, છેવાડાના ડાંગ જિલ્લાના, છેક છેવાડે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા બીલીઆંબા ગામેથી કરાવ્યો હતો. દરમિયાન કોઈ પણ પ્રકારના નાના-મોટા ઉઘોગ ગૃહો કે કારખાનાઓ ન હોવા છતા, ડાંગ જિલ્લા પ્રશાસનના હકારાત્મક અભિગમ અને આશય સાથે 'કન્યા કેળવણી' ના એક ઉમદા કાર્યમાં રૂ. ૧૧ લાખ જેટલી માતબર રકમનો ચેક માન.મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી, ડાંગની ઉદાત્ત ભાવનાનો પરિચય આપ્યો હતો. બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં નાનકડા ડાંગ જિલ્લાના વહીવટી તંત્રે ‘કન્યા કેળવણી નિધિ’ માં મોટું યોગદાન પૂરું પાડ્યું છે. જે બદલ સહયોગી સૌ અધિકારીઓનો ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન - (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૩: તાજેતરમાં જ રાજ્ય... Posted by Info Dang GoG on Wednesday, July 3, 202...
Comments
Post a Comment