Dang election awareness updates: : સાપુતારાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી.

 


Dang news : સાપુતારાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી.

વાંસદા-ડાંગઃ લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, ડાંગ જિલ્લાના ગિરિમથક મથક સાપુતારા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મદદનીશ મતદાર નોંધણી અધિકારી વ આહવા તાલુકાના મામલતદાર યોગેશભાઈ ચૌધરીએ સાપુતારા નોટિફાઈ કચેરી ખાતેથી લીલીં ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં જવાહર નવોદય વિદ્યાલય- સાપુતારા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (કન્યા), એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, રૂતુંભરા કન્યા વિદ્યાલય-સાપુતારા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સાપુતારાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાપુતારા નોટિાઈ કચેરીથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી, આનંદો હોટેલના ફુવારા સર્કલથી સાપુતારાના મેઈન સર્કલ ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.