Dang news: આહવામાં સરકારી કર્મીઓ દ્વારા પોલીસ બેન્ડ સાથે મતદાર જાગૃતિ રેલી યોજાઈ

 

લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪

અંતર્ગત, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાવામાં આવ્યું હતુ. ડાંગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી વ પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી લીલીંઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન ৬২, , તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, 1 તમામ અધિકારી/ કર્મચારીઓ, શિક્ષકો, પોલીસકર્મીઓ, વનકર્મીઓ, આરોગ્યકર્મીઓ તેમજ જુદાં જુદાં વિભાગના કર્મચારીઓએ, રેલીમાં જોડાઈને મતદાન માટે નાગરિકોને આહવાન કર્યું હતુ. જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી, આહવાના ફુવારા સર્કલથી તાલુકા શાળા ખાતે પુર્ણ કરવામાં આવી હતી. જ્યાં તમામ અધિકારી/કર્મચારીઓ દ્વારા, મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેના શબ્દો છે "અમે, ભારતના નાગરિરકો, + લોકશાહીમાં સંપુર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે, આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું, અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને, નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.

Comments

Popular posts from this blog

India|Gujarat|Dang district| information

Dang (Ahwa) :ડાંગ જિલ્લા પોલીસની SOG શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક (N.D.P.S.) બાબતે જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું.